આઇપીએલનું આયોજન વિદેશમાં થશે ?

મુંબઇ, તા. 11 : ફકત રાજકીય પક્ષો જ નહીં આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીના ઇંતઝારમાં બીસીસીઆઇ પણ છે. તેનું કારણ છે આઇપીએલ-11નું આયોજન. આઇપીએલ આવતા વર્ષે એપ્રિલ-મેમાં રમાવાની છે. આ સમયગાળા દરમિયાન લોકસભાની ચૂંટણી જો જાહેર થશે તો આઇપીએલનું આયોજન વિદેશમાં કરવાની ફરજ બીસીસીઆઇને પડશે. આવું આ પહેલાં બે વખત બની પણ ચૂકયું છે.  2014માં આઇપીએલના પહેલા તબક્કાની કેટલાક મેચો યૂએઇમાં થયા હતા. જ્યારે 2009માં આઈપીએલની તમામ મેચ દ. આફ્રિકામાં રમાઈ હતી.  આ શકયતા ધ્યાને રાખીને બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી આઇપીએલના આયોજનનું બીજે કયાં આયોજન થઇ શકે તેના પર અત્યારથી યોજાના બનાવી રહ્યા હોવાના રિપોર્ટ છે. હાલ દ. આફ્રિકા, યૂએઇ અને ઇંગ્લેન્ડ પર વિચાર થઇ રહ્યો છે. જો કે આ મામલે ફ્રેંચાઇઝીઓનું સમર્થન પણ જરૂરી છે. ચૂંટણી સમયે આઇપીએલમાં પોલીસ બંદોબસ્ત આપવો તંત્ર માટે શકય હોતો નથી. બીજી પણ કેટલીક અડચણો હોય છે. આથી લોકસભાની ચૂંટણી વખતે આઇપીએલનું આયોજન વિદેશમાં કરવું પડે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer