ગાંધીધામ : કરિયાણાની દુકાનમાં દેશી-વિદેશી દારૂ મળી આવ્યો !

ગાંધીધામ, તા. 11 : શહેરના ખોડિયારનગર વિસ્તારમાં કરિયાણાની એક દુકાનમાંથી પોલીસે રૂા. 4200ના અંગ્રેજી, દેશી દારૂ સાથે દુકાનદારની ધરપકડ કરી હતી. શહેરના ખોડિયાનગરમાં જગદંબા જનરલ સ્ટોર નામની કરિયાણાની દુકાન ચલાવતા ગળપાદરના કમલેશ સીતારામ બાવરી (ડાબિયા)ની પોલીસે ધરપકડ કરી હતી. તેની દુકાનમાંથી રૂા. 3900ની 13 બોટલ તથા એકટીવા નંબર જી.જે. 12-ડીડી-0670માંથી રૂા. 300નો 15 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ પાસેથી દારૂ, એકટીવા, મોબાઇલ વિગેરે મળીને કુલ રૂા. 42,200નો મુદામાલ જપ્ત કરાયો હતો. તેને દારૂ આપનાર તરીકે સહારાનગર ગળપાદરની વિમળાબેન સીતારામ બાવરીનું નામ બહાર આવ્યું હતું. આ મહિલાની અટક કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer