માંડવીમાં ચપ્પુ વડે કરાયેલા હુમલામાં કસબી યુવાનને ઇજા

ભુજ, તા. 11 : માંડવી શહેરમાં ચપ્પુ વડે કરાયેલા હુમલામાં 31 વર્ષની વયના બાંધણીકામના કારીગર નાવિદ અબ્દુલકરીમ ખત્રીને ડાબા હાથની કોણી ઉપર ઇજા થઇ હતી.  પોલીસે આપેલી માહિતી મુજબ, માંડવીમાં ગઇકાલે મધ્યાહ્ને ખોજા ફળિયા ખાતે હુમલાનો આ કિસ્સો બન્યો હતો. આ વિશે ભોગ બનનારા નાવિદ ખત્રીએ આ જ ફળિયામાં રહેતા હાજી જગમાલ ગજણ સામે ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં લખાવાયા મુજબ, આરોપી દ્વારા ફરિયાદીની બહેનને ધક્કો લાગતાં જોઇને ચાલવાનું કહેતાં આરોપી ગાળો બોલ્યો હતો. આ વિશે તેને નાવિદે ઠપકો આપતાં તેણે હુમલો કર્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer