રાપરમાં જુગાર રમતા ત્રણ શકુની શિષ્યો જબ્બે

ગાંધીધામ, તા. 11 ; રાપરના ગેલીવાડી વિસ્તારમાં ગંજીપાનાં વડે જુગાર ખેલતા 3 શખ્સોની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રૂા. 3370ની માલમતા હસ્તગત કરી હતી. રાપર પોલીસે ગઇકાલે રાત્રે ગેલીવાડી વિસ્તારમાં સુથાર સમાજવાડી આગળ છાપો માર્યો હતો. આ  જગ્યાએ જાહેરમાં પતા ટીંચતા પરષોતમદાસ કરસનદાસ સાધુ, મોહનલાલ સ્વરૂપચંદ ઠક્કર અને ડાયા કરમણ દલિત નામના શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 2170 તથા ત્રણ મોબાઇલ એમ કુલ, રૂા. 3370ની માલ મતા જપ્ત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer