હાથની લકીર અને કપાળ પરથી જ્યોતિષ જાણી શકાય

ભુજ, તા. 11 : જ્યોતિષશાત્રમાં પરાસર અને જૈમિની પદ્ધતિઓ સિદ્ધાંતોની દૃષ્ટિએ અલગ પડે છે તેવું ઉર્મિલ શુકલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જેમિની ઋષિએ અત્યંત ક્રાંતિકારી તર્ક વાપરીને પોતાના સિદ્ધાંતો રચ્યા છે. તેમજ જૈમિની સૂત્રમ પુસ્તક કોડવર્ડમાં લખ્યું છે. જેમાં જૈમિની પદ્ધતિ મુજબ રાશિઓ દૃષ્ટિ કરે છે. ગ્રહને સ્વતંત્ર દૃષ્ટિ નથી. જે રાશિમાં ગ્રહ પડેલો હોય તે રાશિ મુજબ દૃષ્ટિ કરે છે. અહીં જ્યોતિષ પદ્ધતિ અને જ્યોતિષ બનવાના વર્ગ યોજાયા હતા. આ પૂર્વે ગિરીશ ગોરે જ્યોતિષ બનવાના યોગ અને તે સમાજને શું કામ આવે છે તે અંગે માહિતી આપી હતી. તેમણે મંડળના નરેન્દ્ર ગોર, ચેતન ખત્રી અને ખુદની જન્મ કુંડલી દ્વારા સમજણ આપી હતી. તેમણે કહ્યું  કે પ્રથમ સ્થાન લગ્નેશ છે, 5મું બુદ્ધિનું છે તેમ 12મું સ્થાન પણ મહત્ત્વનું છે જે કર્મસ્થાન છે. ઉપરાંત અન્ય ગ્રહોનું ગુરુના ગ્રહ સાથે સંયોજન હોવું જરૂરી છે. સૂર્ય વર્ગો તમીમાં હોય તો ખ્યાતિ મળે છે.  તેમણે હાથની લકીરથી જ્યોતિષ જાણી શકાય. પરંતુ જેના હાથ જ નથી તેના કપાળથી જ્યોતિષ જાણી શકાય. જ્યોતિષ બનવાના યોગમાં ઉત્સાહ, સંસ્કાર અને ઈષ્ટદેવની કૃપાને મહત્ત્વ અપાયું હતું. તેમજ મુખ્યત્વે ગુરુ ગ્રહનું મહત્ત્વ રહે છે. સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આભારવિધિ અશોક માંડલિયાએ કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer