અબડાસા વિધાનસભા વિસ્તારમાં અછત જાહેર કરો

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 11 : કચ્છમાં ખાસ કરીને અબડાસા મતવિસ્તારમાં આવતા અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ઘાસ-પાણીની ખૂબ જ તકલીફ?હોવાથી તાત્કાલિક અસરથી અછત જાહેર કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સહિત વિવિધ સ્થળે રજૂઆત કરી છે. ધારાસભ્ય શ્રી જાડેજાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજ્ય સરકારના પ્રતિનિધિઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અગાઉ કરેલી રજૂઆતો અનુસાર મુખ્યત્વે ખેતી, પશુપાલન અને મજૂરવર્ગ વ્યવસાયે એવા સરહદી અને અતિપછાત અબડાસા વિસ્તારના નખત્રાણા, નલિયા અને લખપત એમ ત્રણેય તાલુકાઓમાં બિલકુલ વરસાદ પડયો નથી તેમજ ખેતી માટે તો નર્મદાનું પાણી બિલકુલ નથી. પણ પેટાળમાંય પાણી ખેતીલાયક નથી તેમજ જ્યાં છે ત્યાં ખારા-મોળા પાણી છે તેમજ પીવા માટે પણ?હજુ 80 ટકા વિસ્તારમાં નર્મદાનું પાણી આવતું નથી તેમજ વરસાદ ન વરસતાં  ખેતી માટે કપરી પરિસ્થિતિ સર્જાઇ?છે. એવી જ રીતે ખેતી પછીના બીજા નંબરનો મુખ્યત્વે પશુપાલન વ્યવસાય છે અને વધુમાં વધુ પશુધન છે, જેથી અહીં વરસાદ ન વરસતાં પશુપાલન વ્યવસાય ઉપર તો આફત આવી પડી છે અને પશુધન માટે જંગલમાં તેમજ બજારમાં પણ વેચાતો ઘાસચારો મળતો નથી એટલે પશુધન માટે તો એક-એક દિવસ વસમો અને દોહ્યલો પસાર થઇ રહ્યો છે અને ઘાસચારાના અભાવે ભૂખમરાના લીધે ધીરે ધીરે પશુઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે અને મૃત્યુ પામી રહ્યા છે તેથી આ વ્યવસાયમાં પણ બેકારી આવવા પામી રહી છે તેમજ અન્ય મજૂરવર્ગ પણ?વરસાદ ન વરસતાં ખેતી તેમજ પશુપાલન ક્ષેત્રે રોજગારી ન હોવાથી તેમજ અહીં આવેલા ઉદ્યોગો દ્વારા પણ સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં રોજગારી ન અપાતાં મજૂરી માટે અન્ય વિકલ્પો પણ?આ વિસ્તારમાં નથી તેથી મજૂરવર્ગ પણ પાયમાલ થઇ રહ્યો છે. જેથી હાલમાં કચ્છ અને તેમાંય ખાસ મારા અબડાસા વિસ્તારમાં વરસાદના અભાવે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે અને ખેતી, પશુપાલન તથા મજૂરવર્ગ માટે ભયંકર અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય એવી ભીતિ સેવાઇ રહી છે. પરિસ્થિતિનો તાત્કાલિક તાગ મેળવીને કચ્છ અને તેમાંય ખાસ અબડાસા વિસ્તારને ઝડપથી દુષ્કાળગ્રસ્ત અને અછતગ્રસ્ત હોઇ અછત જાહેર કરી અને તાત્કાલિક અસરથી ખેતી, પશુધન તેમજ મજૂરવર્ગ માટે અછત જાહેર કરીને આ વિસ્તાર માટે કોઇ અલગ પેકેજની જાહેરાત કરવામાં આવે અને તેમજ દુષ્કાળગ્રસ્ત હોઇ?રાહતકાર્યો માટે વહેલી તકે આયોજન કરવામાં આવે તેવા આગોતરા આયોજનના ભાગરૂપે પગલાં ભરવામાં આવે. માટે ખેતી, પશુપાલન અને મજૂરવર્ગ તેમજ સંકળાયેલા તમામ વ્યવસાયોને ધ્યાને રાખીને કચ્છ અને તેમાંય ખાસ અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, નલિયા અને લખપત તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત હોઇ તાત્કાલિક અસરથી અછત જાહેર કરવા સંબંધિત કક્ષાએથી કાર્યવાહી કરવા તેમણે માગણી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer