લખપત તાલુકામાં રખડતા ગૌવંશ માટે અડધા લાખનો ચારો મોકલાયો

માંડવી, તા. 11 : માંડવી ચેમ્બર દ્વારા કચ્છના દુર્ગમ છેવાડાના લખપત ગામે રખડતી ભટકતી ગાયો તથા વાછરડા માટે ત્યાંના જીવદયા ચાહકની લાગણી-માગણી સાથે રૂપિયા અડધો લાખનો ચારો મોકલાવી પશુ સુરક્ષાક્ષેત્રે દાખલો બેસાડાયો હતો. ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસભાઇ?શાહ, માનદ્મંત્રી નરેન્દ્ર સુરૂ, ખજાનચી ચંદ્રસેન કોટક, જેન્તીભાઇ?શાહ, મહેશભાઇ લાકડાવાળાના જણાવ્યા મુજબ લીલાચારા નીરણ?પ્રોજેક્ટ માત્ર માંડવી તાલુકાના મહાજન વિહોણા 25 કેન્દ્રોને ચારો મોકલાય છે, પરંતુ ચાર વર્ષ અગાઉ?લખપત તથા આજુબાજુના ગામોની ગાયોની ચારા અંગે હાલત માટે સર્વે કરવા ચેમ્બરની ટીમ ગયેલી ત્યારે શીખ સમુદાયના ભંડારા તથા તીર્થમાં અગત્યનો ભાગ ભજવનાર પુષ્કર્ણા સુરેશભાઇએ ચેમ્બરના આગેવાનોને રૂબરૂ મળી 15 દિવસમાં પૂરતા ચારાની વ્યવસ્થા કરી આપવા કહ્યું હતું. વાડીભાઇ તથા નવીનભાઇએ રૂપિયા અડધા લાખનો ચારો ખરીદ કરી તેમને વાહનમાં સાથે મોકલી આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer