અબડાસાના અંતરિયાળ ગામડાઓમાં ઘાસડેપો ખોલવા થયેલી રજૂઆતો

નલિયા (તા. અબડાસા), તા. 11 : અબડાસાના અંતરિયાળ ગામોમાં ઘાસડેપો ખોલવાની માગણી કરવામાં આવી છે. તાલુકાના છેવાડાના મોટી બેર, વાઘાપદ્ધર, ચરોપડી, રામપર (અબડા) ગામે હાલે ઘાસડેપો નથી. આ ગામડાઓને ઘાસ લેવા માટે ઠેઠ વાયોર જવું પડે છે. આ અંગે જિ.પં.ના પૂર્વ સદસ્ય અનિરુદ્ધસિંહ જાડેજાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે અછત જેવી પરિસ્થિતિ શરૂ થાય ત્યારે આ ગામડાઓમાં ઘાસડેપો ખોલવામાં આવે છે. આ તમામ ગામોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. જ્યારે જ્યારે અછત જેવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આ  અંતરિયાળ ગામોમાં ઘાસડેપો શરૂ  કરાતા હોય છે. હાલે વરસાદ આ વિસ્તારમાં બિલકુલ થયો નથી, આ ગામડાઓમાં 10થી 12 હજારનું પશુધન છે. વાયોર ઘાસડેપોમાં પૂરતો ઘાસનો જથ્થો ઉપલબ્ધ હોતો નથી. જેથી ત્યાં પણ પૂરતો ઘાસનો જથ્થો ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે આ ચાર ગામોમાં ઘાસડેપો મંજૂર કરવા માગણી કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer