ગાંધીધામમાં કપડાંનો શોરૂમ આગની ઝપટમાં

ગાંધીધામમાં કપડાંનો   શોરૂમ આગની ઝપટમાં
ગાંધીધામ, તા. 20 : શહેરના ટાગોર રોડ ખાતે ટાઉનહોલ નજીક આવેલા તૈયાર કપડાંના શોરૂમ ધ બેલામાં રાત્રિના અરસામાં અચાનક આગજનીનો બનાવ બનતાં દોડધામ થઈ પડી હતી. શોર્ટસર્કિટના કારણે લાગેલી આગમાં શોરૂમનો લગભગ વિસ્તાર આગની ઝપટમાં આવી ગયો હતો. ભોંયતળિયે પણ આગ પ્રસરી ગઈ હતી. રાત્રે 9 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. શોરૂમ આખો સળગીને ખાખ થઈ જતાં વ્યાપક નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે. સુધરાઈના ફાઈટરોએ રાત્રિના 11 વાગ્યાના અરસામાં આગને કાબૂમાં લઈ લીધી હતી. બનાવના પગલે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer