ડો. ઈશ્વર પરમાર-ડો. કાંતિ ગોરને સંસ્મૃતિ એવોર્ડ

ડો. ઈશ્વર પરમાર-ડો. કાંતિ ગોરને સંસ્મૃતિ એવોર્ડ
ભુજ, તા. 20 : ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપવા માટેનો ડો. જયંત ખત્રી-બકુલેશ એવોર્ડ જાણીતા સાહિત્યકાર ડો. ઈશ્વરભાઈ પરમારને અને કચ્છી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપવા માટેનો ડો. મનુભાઈ પાંધી એવોર્ડ જાણીતા કચ્છી સર્જક ડો. કાન્તિ ગોર `કારણ'ને જાહેર કરવામાં આવ્યો છે. ડો. જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા `સંસ્મૃતિ'ના મંત્રી ઝવેરીલાલ સોનેજીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે લોકપ્રિય સર્જક શ્રીમતી વર્ષાબેન અડાલજાના વરદહસ્તે તા. 24-8-2018, શુક્રવારે સાંજે 6 વાગ્યે ભુજના રોટરી હોલ ખાતે યોજાનારા સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સંસ્મૃતિના પ્રમુખ રમીલાબેન મહેતાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પરમાર લિખિત અને વિવેકગ્રામ પ્રકાશિત પુસ્તક `તારા મંડળ'(આપણી બાળ કવિતાનું વિહંગાવલોકન)નું વિમોચન વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પ્રકાશક ગોરધનભાઈ પટેલ `કવિ' ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાતી સાહિત્યકાર એવોર્ડ પસંદગી સમિતિમાં હરેશભાઈ ધોળકિયા અને ડો. દર્શનાબેન ધોળકિયાએ જ્યારે કચ્છી સાહિત્યકાર એવોર્ડ પસંદગી સમિતિમાં રસિક મામતોરા અને ગૌતમ જોશીએ પોતાની સેવાઓ આપી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer