ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવામાં વાજપેયીજીનો નેંધપાત્ર ફાળો

ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવામાં  વાજપેયીજીનો નેંધપાત્ર ફાળો
ગાંધીધામ, તા. 20 : દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાસુમન અર્પવા ગાંધીધામ  ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. શહેરના લીલાશાહનગર ખાતે નરેન્દ્ર મોદી વિચારમંચ આઈ.ટી સેલ દ્વારા આયોજિત પ્રાર્થનાસભામાં અંજલિ આપતાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, વાજપેયીજીનો કચ્છ સાથે વર્ષોથી સંબંધ હતો. ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવામાં વાજપેયીજીનો અમૂલ્ય ફાળો છે. કચ્છ ભાજપ કાર્યાલય અટલજીની દેન હોવાનું જણાવ્યું  હતું. એન.એમ.વી.એમ આઈ.ટી. સેલના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ ઉપપ્રમુખ નીલમ લાલવાણી અને મહેમાનોએ તેમનાં કાવ્યો અને સંસ્મરણો વડે સ્મરણાંજલિ આપી હતી. બે મિનિટ મૌન પાળી અટલજીને અંજલિ આપવામાં આવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા, સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યા, ઉપપ્રમુખ લીલાબેન શેટ્ટી, કારોબારી ચેરમેન વિજય મહેતા, સુધરાઈ સભ્યો, શહેર ભાજપના પદાધિકારીઓ, લીલાશાહનગર નવરાત્રિ મંડળના સભ્યો, વેપારી સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer