પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને  જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન
ભુજ, તા. 20 : કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધી જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા સુમન કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્યે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન તેમજ 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીજીએ જેઓએ કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કરેલી કામગીરી આજે પણ દેશ યાદ કરે છે. યુવાનોને 18 વર્ષે મતાધિકાર તેમજ પંચાયતી રાજને આગળ ધપાવવા અગ્રેસર રહ્યા હતા. તેમના જીવનમાંથી પ્રેરણા લેવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આગેવાનોએ ગવર્નમેન્ટ પોલીટેકનિક કોલેજ ભુજ ખાતે રાજીવ ગાંધીની જન્મય જયંતી નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ નરેશભાઇ મહેશ્વરી, નવલસિંહ જાડેજા, આદમભાઇ ચાકી, રસિકભાઇ ઠક્કર, હરેશભાઇ આહીર, ઇલિયાસભાઇ ઘાંચી, અરજણભાઇ ભુડિયા, માનસીબેન શાહ, મુસ્તાક હિંગોરજા, જગદીશભાઇ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, રજાક ચાકી, જેન્તી પારેખ, ભરતભાઇ ગોસ્વામી , કલ્પનાબેન જોશી, રફીકભાઇ મારા, રમેશભાઇ ધોળુ, રમેશભાઇ મહેશ્વરી, દીપકભાઇ ડાંગર, રમેશભાઇ ગરવા, ભૈરવીબેન વૈદ્ય, નગરસેવક ફકીરમામદ કુંભાર, આઇશુબેન સમા, માલશીભાઇ માતંગ, રસિકબા જાડેજા, વસંતબેન ગોસ્વામી, સાંયરાબેન ખલીફા, મહેન્દ્રસિંહ પરમાર વિગેરે હાજર રહ્યા હતા, એવું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગનીભાઇ કુંભારની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer