દયાપરમાં બોરની માંગવાળી જગ્યાએ પવનચક્કીનું કામ ખેડૂતોએ અટકાવ્યું

દયાપર (તા. લખપત), તા. 20 : દયાપર તેમજ પૂર્વ સીમ વિસ્તારમાં પવનચક્કીઓ માટે મોટી સંખ્યામાં બારાતુ અધિકારીઓ અને કર્મચારીઓ અહીં આવી પહોંચ્યા છે ત્યારે ઉતાવળમાં અને ઉતાવળમાં ગમે ત્યાં પવનચક્કી ઊભી કરી નાખવાની હોડ લાગી છે. દયાપરની પૂર્વ સીમમાં જ્યાં વાડી વિસ્તાર છે, ખેડૂતોના મીઠા પાણીના બોર ચાલુ છે તેવા વિસ્તારમાં પણ સરકાર દ્વારા પવનચક્કી માટે જગ્યા ફાળવાઈ છે અને આવો પોઈન્ટ ઊભો કરવા જતાં દયાપરના ખેડૂતોએ વિરોધ કરી કામ અટકાવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે, દયાપરના કિસાનોએ બે ગુંઠા બોર માટેની માગણી વર્ષોથી કરી છે તેને બે ગુંઠા જેટલી જમીન મળતી નથી અને આ પવનચક્કી માટે આટલી ઉતાવળ શા માટે? અહીં આજુબાજુ પાણીના બોર છે, પાણી પણ સારું રહે છે ત્યારે પવનચક્કી બનાવવા અને તેના ટ્રાન્સફોર્મર બેસાડવા ઘણી બધી જગ્યાની જરૂર પડતી હોય છે. ત્યારે જે જમીન પર ખેડૂતોની બે ગુંઠાની માગણી સરકારમાં છે તેના પર પવનચક્કીની કેમ મંજૂરી અપાઈ તેવા પ્રશ્નો સાથે વિરોધ કર્યો હતો. આજે બપોર પછી ગ્રામ પંચાયત અને પવનચક્કી કંપનીના અધિકારીઓ વચ્ચે યોજાનારી બેઠક પણ રદ થઈ હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer