ચાર અજમાયશી ટીડીઓ નિમાયા
ભુજ, તા. 20 : કચ્છમાં માંડવી, લખપત, અબડાસા અને રાપર સહિત રાજ્યમાં 65 જગ્યાએ સીધી ભરતીથી અજમાયશી તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક પામેલા અધિકારીઓને બે દિવસમાં જગ્યાનો હવાલો સંભાળી લેવા આજે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા હુકમ કરાયો હતો. કચ્છની તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા પર નિમણૂક કરાઈ છે જેમાં માંડવી ખાતે ભાવગનર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મ. પ્રાયોજના અધિકારી વિનોદકુમાર પરસોત્તમભાઈ જોશીને, લખપત ખાતે જિ.પં. કચ્છના ચીટનીશ કમ ટીડીઓ (જ.દ.) મયૂરકુમાર વસંતલાલ ભાલોડિયાને, અબડાસામાં ડીસા તા.પં.ના ટીડીઓ (ગ્રા.વિ.) કરણકુમાર પ્રવીણભાઈ પ્રજાપતિને જ્યારે રાપર ખાતે અરવલ્લી જિ.ગ્રા.વિ. એજન્સીના મ. પ્રાયોજના અધિકારી અભિષેક બલદેવભાઈ પરમારની નિમણૂક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હાલે દશે તાલુકામાં પંચાયતોમાં ટીડીઓની જગ્યા પર ઈન્ચાર્જને મુકાયા છે, હવે ચાર નિયમિત તા.વિ. અધિકારી મળ્યા છે.