કચ્છમાં ચાર મહિલા સહિત 21 જુગારી ઝડપાયા

ગાંધીધામ, તા. 20 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ચાર દરોડા પાડી 4 મહિલાઓ સહિત કુલ 21 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી હતી. શ્રાવણીઓ જુગાર ખેલતા આ શખ્સો પાસેથી કુલ રૂા. 1,33,220નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ગાંધીધામના અંતરજાળમાં 7 ખેલી જબ્બે અંતરજાળના રવેચીનગરમાં જાહેરમાં જુગાર ખેલતા વિક્રમસિંહ હેતુભા વાઘેલા, વિષ્ણુ નારાણ નાયી, રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા, ભાવેશ ડાયાલાલ ચાવડા, અજયસિંહ વનરાજસિંહ વાઘેલા, મહોબતસિંહ પ્રભાતસિંહ જાડેજા અને ભરતસિંહ ભીખુભા જાડેજા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 13,250 તથા મોબાઈલ અને 3 બાઈક એમ કુલ રૂા. 1,12,250નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ભુજમાં મહિલાઓ સહિત 6ની ધરપકડ ભુજના એરપોર્ટ રોડ ઉપર આશાબા પીરની દરગાહ સામે ગાત્રાળ મંદિર પાસે આવેલા કોળીવાસમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં પત્તા ટીંચતા હિરેન હરજી કોળી, બચુ સુમાર કોળી, દમયંતીબેન વિશનજી વ્યાસ, મંજુલાબેન વિશનજી કોળી, હંસાબેન વાલજી કોળી અને હવાબાઈ હરજી જુમા કોળીની અટક કરવામાં આવી હતી. તેમની પાસેથી રોકડા રૂા. 1800 કબ્જે લેવામાં આવ્યા હતા. માધાપરમાં પણ ચાર ખેલીઓ દબોચાયા મતિયા કોલોની દલિત સમાજના સ્મશાનની છાપરીમાં ધાણી પાસા વડે જુગાર ખેલતા પોપટ રમેશ પટણી, હિતેશ ગાંગજી મહેશ્વરી, લખુરાઈ ઉર્ફે લક્ષ્મણ જુમા મહેશ્વરી અને રામજી હીરજી મહેશ્વરીની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 1420 હસ્તગત કરાયા હતા. નખત્રાણાના પલીવાડમાં ચારને પકડી પડાયા પલીવાડ ગામના બસ સ્ટેન્ડની બાજુમાં રોડની પૂર્વ બાજુ ખુલ્લી જગ્યામાં પત્તા ટીંચતા કરશનવન દેવવન ગોસ્વામી, અલી મામદ જત, ભાવેશ નાથાલાલ ચારણ અને ચેતનપુરી અમૃતપુરી ગોસ્વામીની ધરપકડ કરી રોકડા રૂા. 4500 પોલીસે જપ્ત કર્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer