ગાંધીધામના આર્કેડનાં દબાણો અંગે પોલીસવડાને કાનૂની નોટિસ મળી

ગાંધીધામ, તા. 20 : નગર પાલિકાની હદમાં ટ્રાફિકને નડતરરૂપ થતાં આર્કેડ સહિતના દબાણો દૂર કરવાની જવાબદારી પૂર્વ કચ્છ પોલીસવડા તથા શહેર ટ્રાફિક પોલીસની છે તેવો મુદ્દો ઉઠાવી શહેરના એક ધારાશાત્રીએ સી.આર.પી.સી.ની કલમ 133 તળે પોલીસ વડા તથા એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ.ને કાનૂની નોટિસ ફટકારતાં ફફડાટ ફેલાયો છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ગમે તે વાહન ચાલકને અટકાવીને પગલાં લેતી પોલીસ ટ્રાફિકને અડચણકર્તા દબાણો સામે કોઇ કાર્યવાહી કરતી ન હોવાનો અગાઉ જ મુદો્ ઉઠાવનારા ધારાશાત્રી એન. જે. તોલાણીએ જણાવ્યું છે કે ખાસ કરીને શહેરની મુખ્ય બજારના એસ.(સાઉથ) તથા એન. (નોર્થ) લાઇન, વચલી બજારના દુકાનદારો દ્વારા ગેરકાયદે રીતે કાયમી સ્વરૂપે આર્કેડમાં તથા રસ્તા ઉપર દબાણ કર્યાં છે. ટ્રાફિક પોલીસ તથા પોલીસ વડાએ ટ્રાફિકને અડચણરૂપ આ દબાણો દૂર કરવા કોઇ ઠોસ કાર્યવાહી કરી નથી. આવાં દબાણ હટાવવાની તેમની ફરજ બને છે. આ ગેરકાયદેસરના દબાણોથી `જાહેર ન્યુસન્સ'ની સ્થિતિ ઊભી થઇ છે. જો આ ન્યુસન્સ દિવસ-7માં દૂર કરવામાં નહીં આવે તો સી.આર.પી.સી.ની કલમ 133 તળે કાર્યવાહી કરવા, ગુજરાત હાઇકોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરવા ચેતવણી અપાઇ છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer