આદિપુરમાં ટેક્ષી સ્ટેન્ડ હટાવવા કરાતી કનડગત અટકાવવા માંગ

ગાંધીધામ, તા. 20 : જોડિયા શહેર આદિપુરમાં ટેક્ષીચાલકોને હેરાન કરાતા હોવાની રાવ ત્રસ્ત બનેલા ચાલકોએ જિલ્લા કલેકટર સમક્ષ કરી હતી. આદિપુર મદનસિંહ ચોક ટેક્ષી સ્ટેન્ડ પર ઉભતા ચાલકોએ જિલ્લા કલેકટર અને પૂર્વ કચ્છ પોલીસ વડાને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે જરૂરી સકારી નિયમોને કેન્દ્રમાં રાખીને આ સ્થળે 10 ટેકસી માટે ટેકસી સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. પંરતુ આ સ્ટેન્ડની પાછળ ખાનગી કોમર્શિયલ કોપ્લેક્ષમાં તથા બહારના ભાગે ગેરકાયદેસર રીતે દબાણ થતાં અગવડતા પડી રહી છે.દુકાન માલિકો દ્વારા હાલ ટેકસી ચાલકોને યેનકેન પ્રકારે અત્રેથી હટાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. સમગ્ર મામલે ટ્રાફિકના નિયમોને તથા ટેક્ષીચાલકોના ગુજરાનના મુદાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા માંગ કરાઈ હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer