ભચાઉના કેમ્પમાં 68 દર્દીની તપાસ-સારવાર

ભચાઉ, તા. 20 : વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 69મો રાહત દરે મેડિકલ અને સર્જિકલ કેમ્પ યોજાયો હતો. વાગડ કલા કેન્દ્ર મુંબઇ દ્વારા 69મા રાહતના દરે મેડિકલ અને સર્જિકલ કેમ્પમાં 68 દર્દીઓનું સારવાર-નિદાન કરાયું હતું. કેમ્પના દાતા માતા પાંચીબેન દેવશી ખાંખણ નંદુ પરિવાર (ભચાઉ)ના આર્થિક સહયોગથી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા રિલીફ ફંડ વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ભચાઉ ખાતે યોજાયો હતો. જેમાં કચ્છ અને વાગડના દર્દીઓ જોડાયા હતા. વાગડ કલા કેન્દ્રના પ્રમુખ જગશી દેઢિયાના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી ઓ.પી.ડી. અને બપોર બાદ ઓપરેશન તેમજ યુરોલોજીના લેપ્રોસ્કોપીથી (કિડનીમાં પથરીના દરેક જાતનાં ઓપરેશન), એમ.ડી. ફિઝિશિયન ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરાઇ હતી. ગરીબ દર્દીઓનાં ઓપરેશનો મફતમાં કરી અપાયાં હતાં. દાતા પરિવાર તરફથી ખીમજીભાઇ નંદુ, પ્રવીણભા નંદુ, કિશોર નંદુ તથા પરિવારજનોએ કેમ્પની કામગીરી નિહાળી હતી. હોસ્પિટલના સર્વે વિભાગોની મુલાકાત લઇ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ કેમ્પમાં મેડિકલ, યુરોલોજી, દાંત, ઓક્યુપેશનના દર્દીઓને તપાસાયા હતા. તેમાં યુરોલોજીના 11 ઓપરેશન થયાં હતાં. 58 એક્સ-રે અને 31 દર્દીઓનાં 280 પેથોલોજી લેબોરેટરીનાં પરીક્ષણ કરાયાં હતાં. હવે પછીનો આગામી કેમ્પ તા. 30/9ના યોજાશે. ડો. ધીરજ શાહ, ડો. અતુલ મોકાશી, જનરલ સર્જન ડો. મિતેશ મોદી, એનેસ્થેટિસ્ટ ડો. ઇલા?શાહ, ડો. કલ્પના દિવેકર, ફિઝિશિયન ડો. વિજય નંદુ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ડો. ચાર્મી દેઢિયા, વાગડ કલા કેન્દ્રના ડો. કાંતિલાલ સાવલા, ડો. જયંતીલાલ રતનશી સત્રાએ સેવા આપી હતી. આયોજનમાં વાગડ કલા કેન્દ્રના પ્રમુખ જગશી દેઢિયા, વાગડ સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી લીલાધરભાઇ ગડા, ડો. મનોહર શાહ, તલકશીભાઇ નંદુ તેમજ હોસ્પિટલના અધિકારી ઇશ્વર ઓઝા, હોસ્પિટલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer