લંડનમાં કચ્છના ચિત્રકારનું ચિત્રપ્રદર્શન `પ્રકૃતિ વંદના''

લંડનમાં કચ્છના ચિત્રકારનું  ચિત્રપ્રદર્શન `પ્રકૃતિ વંદના''
ભુજ, તા. 18 : દેશ નહીં, પરંતુ દુનિયાભરમાં કાઠું કાઢતા કચ્છના કલા-કૌશલ્યએ કૌવત બતાવ્યું છે. આ તથ્યની પ્રતીતિ કરાવતા વધુ એક પ્રસંગમાં કચ્છના જાણીતા ચિત્રકાર નવીન સોનીની કલાકૃતિનું પ્રદર્શન બ્રિટનમાં યોજાશે. લંડનમાં માયફેર, નેહરુ સેન્ટર ખાતે 24મી સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે યોજિત પ્રદર્શનથી પહેલાં 21મી ઓગસ્ટની સાંજે પાંચ વાગ્યાથી ત્રણ દિવસ માટે અમદાવાદમાં પ્રદર્શન યોજાશે. ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમીના સહયોગથી ભરતમુનિ નાટ્યશાત્ર આધારિત અષ્ટનાયિકા અને રસવંદના પરના ચિત્રોનું પ્રદર્શન `પ્રકૃતિ વંદના' અમદાવાદ તેમજ લંડનમાં કલારસિકોની દાદ મેળવશે. અમદાવાદમાં લલિત કલા અકાદમીના સચિવ ડો. અશોક રાવલ, આઇસીસીઆર, ગુજરાતના ક્ષેત્રિય નિર્દેશક સુભાષસિંહની ઉપસ્થિતિમાં પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી નીલમ રાનીના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકાશે. આ અવસરે સી. ડી. મિત્રી અને બાબુલાલ સોની જેવા નામાંકિત કલાકારો હાજર રહેશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer