એશિયન રમતોત્સવનો ભવ્ય આરંભ

જાકાર્તા, તા. 18 : ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા અને પાલમબેગમાં શનિવારે 18મા એશિયાઇ રમતોત્સવનો રંગારંગ સમારંભ સાથે પ્રારંભ થયો હતો. જાકાર્તાના મુખ્ય સ્ટેડિયમ જીબીકેમાં ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોએ આ રમતોત્સવ શરૂ થવાની સત્તાવાર ઘોષણા કરી હતી. તેમની સાથે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (એસીએ)ના અધ્યક્ષ અહમદ અલ-ફહાદ અલ-અહમદ અલ સહાબ પણ ઉપસ્થિત હતા. આ પહેલાં જોકો વિદોદો બાઇક ચલાવીને  ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. જ્યારે 802 ભારતીય ખેલાડીઓની ટુકડી સ્ટેડિયમમાં એકસાથે દેખાઇ તો ખૂબ જ શાનદાર નજારો સર્જાયો હતો. આ એવો પહેલો પ્રસંગ હતો કે જ્યારે કાર્યક્રમમાં  ભારતીય મહિલાઓ પરંપરાગત સાડીની જગ્યાએ બ્લેઝર અને ટ્રાઉઝરમાં સામેલ થઇ હતી. એશિયન ગેમ્સમાં જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ભારતીય દળની આગેવાની લીધી હતી. તેમણે ભારતીય ધ્વજને હાથમાં પકડીને કૂચ કરી હતી. એશિયાઇ દેશોના આ મહાકુંભના ઉદ્ઘાટન સાથે યોજાયેલા ભવ્ય સમારોહમાં ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા 45 દેશોના હજારો ખેલાડી જોડાયા હતા. સમારોહમાં ઇન્ડોનેશિયાના લોકપ્રિય ગાયકો અંગુનન, ફાતિન, જીએસી વિ.એ પોતાની રજૂઆતો કરી હતી. સમારોહમાં લગભગ 4000 ડાન્સરોએ ભાગ લીધો હતો. ભારત માટે આ વખતે ખૂબ સારી તક રહેલી છે. કલાકારોએ પોતાની રજૂઆત મારફતે તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કલાકારોએ ફાયર ડાન્સ કરીને પણ ધ્યાન ખેંચ્યું હતું.  ઈન્ડોનેશિયા બીજી વખત આનું આયોજન કરી રહ્યું છે. ફ્લેગ હોસ્ટિંગ સેરેમની પણ યોજવામાં આવી હતી. ભારતીય ખેલાડીઓ 36 રમતોમાં મેદાનમાં ઊતરી રહ્યા છે. 571 એથ્લિટોની ટીમ ઈન્ડોનેશિયા પહોંચી છે. આજે સૌથી પહેલાં અફઘાનિસ્તાનના ખેલાડીઓએ માર્ચ પાસ્ટ યોજ્યું હતું. ત્યારબાદ બેહરીન, કંબોડિયા, ચીન, હોંગકોંગના ખેલાડીઓ આવ્યા હતા. ભારતના ખેલાડીઓ નવમા ક્રમે આવ્યા હતા.  નીરજે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી. ફ્લેગ હોસ્ટિંગના કાર્યક્રમ પછી ઈન્ડોનેશિયાની ગાયિકા વીવા વાલેને ગીત રજૂ કરીને રોમાંચિત કરી દીધા હતા. 18મા એશિયન રમોત્સવનું સત્તાવાર થીમ સોંગ પણ રજૂ કરવામાં આવ્યું હતું.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer