ટ્રકમાંથી ટાયરની ચોરી કરનારો દેવપર (ગઢ)નો ચાલક પકડાયો

ભુજ, તા. 18 : માંડવી તાલુકાના દેવપર (ગઢ) ગામના વાડી વિસ્તારમાં ઊભેલી ટ્રકમાંથી રૂા. 10 હજારની કિંમતનાં બે ટાયરની ચોરી કરનારા દેવપરના જ હુસૈન ઇસ્માઇલ સાટી નામના આ ટ્રકના ચાલકને પકડી પાડી પોલીસે આ પ્રકરણનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ, ગાંધીધામના વિરમ કાંયાભાઇ આહીરની ટ્રકમાંથી ગત તા. ત્રીજીની રાત્રિ દરમ્યાન પાછળનાં બે પૈડાં કાઢી જવાયાં હતાં. આ બાબતે હુસૈન સાટી સામે ફરિયાદ લખાવાઇ હતી. દરમ્યાન, પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ આરોપીને પકડી પાડી તેની પાસેથી ચોરાઉ ટાયર કબ્જે કર્યાં હતાં. તહોમતદારને બાદમાં ગઢશીશા પોલીસના હવાલે કરાયો હતો.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer