કપરા સમયમાં દાતાઓ પશુધનના વહારે : રાતાતળાવ પાંજરાપોળને ત્રણ લાખનું દાન

રાતાતળાવ (અબડાસા), તા. 18 : ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં ખાસ કરીને પાંજરાપોળ ગૌશાળાનું સંચાલન કરતી સંસ્થાઓ પર ગૌવંશના નિભાવ માટે આર્થિક બોજ વધુ પડી રહ્યો છે. ચારાનો ભાવ દિન-પ્રતિદિન વધતાં સંસ્થાઓના સંચાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. આવા સમયે દાતાઓ પાંજરાપોળની મદદે આવી આર્થિક સહયોગ આપી રહ્યા છે. અબડાસાની સૌથી મોટી એવી વાલરામજી મહારાજ પાંજરાપોળને વિવિધ દાતાઓ દ્વારા ત્રણેક લાખનું દાન મળ્યું છે. માંડવી ભાનુશાલી દ્વારા આશ્રમના સાધુ કરશનદાસજી મહારાજ તરફથી રૂા. 1 લાખ, સાધુ અરજણદાસજી મહારાજ દ્વારા 1 લાખ, કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઈ મંગે (પટેલ)ના પ્રયાસોથી દાન મળ્યું હતું. ઉપરાંત 51,000 સ્વ. હિતેશ જેરામ નરશી ભદ્રા (ગાંધીધામ), 12,000 અબજીભાઈ ચીકાણી (કલ્યાણપર-મંજલ), 11,000 સ્વ. લક્ષ્મીબેન ભાણજી ગોરી?(મોથાળા), 11,000 શેઠિયાનગર મહિલા મંડળ (ઘાટકોપર), 10,000 નથુરામ રામજી ધુકેર (તેરા) વગેરે દાતાઓનો સમાવેશ થાય છે. પાંજરાપોળમાં હાલે 1800 ગૌવંશને આશ્રય અપાઈ રહ્યો છે. જુવારનો ચારો પ્રતિ મણ (40 કિ.ગ્રા.) રૂા. 200ના ભાવે આણંદ અને બોરસદથી 20 ટન મંગાવાય છે, તો શેરડી પ્રતિ 1 મણના 140ના ભાવથી બારડોલીથી રોજ એક ટ્રક મંગાવી ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. પાંજરાપોળને સહયોગી બનનાર દાતાઓનો સંચાલકોએ આભાર માન્યો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer