કચ્છ ભાજપ પરિવાર દ્વારા અટલજીની સ્મૃતિઓ પ્રાર્થનાસભામાં વાગોળાઇ

ભુજ, તા. 18 : ભાજપના દિવંગત મોભી અને ભારતના અમર રાજપુરુષ એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પ્રાર્થનાસભા યોજાઇ હતી. જેમાં પક્ષના સભ્યો ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, અનેક સંસ્થાઓના પ્રતિનિધિ મંડળો, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સ્વાતંત્ર્યસેનાની, જૂના જનસંઘી અગ્રણીઓ તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ અટલજીને હૃદયાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભામાં ઉપસ્થિત તમામે અટલજી સાથેની સ્મૃતિઓ વાગોળી હતી અને અટલજીના સદગુણોને પોતાના જીવનના આચરણમાં ઉતારવાના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ?ચાવડા, જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ધારાસભ્યો નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્યો તારાચંદભાઇ?છેડા, પંકજભાઇ મહેતા, રમેશભાઇ મહેશ્વરી, મુકેશભાઇ?ઝવેરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરુદ્ધભાઇ દવે, વલ્લમજીભાઇ?હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, જિ.પં. પૂર્વ અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ભુજ પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદી, સામાજિક અગ્રણી દિલીપભાઇ દેશમુખ, બાબુભાઇ શાહ, અરુણભાઇ વચ્છરાજાની, કોંગ્રેસના આગેવાનો મહેશભાઇ ઠક્કર, શંકરભાઇ સચદે, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સી. બી. જાડેજા વગેરે અગ્રણીઓએ અટલજીને શબ્દાંજલિ અર્પણ કરી હતી. કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાભરમાંથી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ સેલ / મોરચાના હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો તેમજ બોર્ડ / નિગમના વર્તમાન તથા પૂર્વ ચેરમેનો, ડાયરેક્ટરો તથા કાર્યકરોએ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકલાલ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer