વીજ આંચકાથી મુંદરામાં રાષ્ટ્રીય પક્ષીનું મોત

મુંદરા, તા. 13 : રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ નગરની નદીવાળી બારી પાસેથી મળી આવ્યો છે. મોરના મૃત્યુનું કારણ વીજનો આંચકો લાગ્યો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. નદીવાળી બારી બહાર નદીના પટમાં આવેલા સકર કૂવા પાસેની જી.ઈ.બી. તંત્રની ડીપી નીચે અંદાજે રાત્રિના 8ના સમયે મોરનો મૃતદેહ જોવા મળ્યો હોવાનું ત્યાંથી પસાર થતા નાગરિકોએ જણાવ્યું હતું. જો કે, બનાવ પાછળ કોઈએ હત્યા કરી હોય એવું જણાતું નથી.