કચ્છમાં જુગારના વ્યાપક દરોડા : 33 ખેલી ઝડપાયા

ગાંધીધામ, તા. 13 : પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે જુગાર અંગે જુદા જુદા ચાર દરોડા પાડી 33 પત્તાંપ્રેમીઓની ધરપકડ કરી હતી. આ દરોડા દરમ્યાન 3 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 68,070 અને વાહનો, મોબાઇલ એમ કુલ્લ રૂા. 1,43,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાપરના ફતેહગઢમાંથી 7 પકડાયા : 3 નાસી છૂટયા ફતેહગઢ ગામના બસ સ્ટેન્ડની સામે ખુલ્લા પ્લોટમાં પત્તાં ટીચતા સલીમ હાસમ કુંભાર, કાદર ગુલ મહમદ મીર, હાજી કાસમ મીર, લતીફ સિદિક કુંભાર, હબીબ આમદ ખલીફા અને ઇસ્માઇલ તેજમાલ સીધડિયા નામના ઇસમોની અટક કરવામાં આવી હતી તથા કામટા હેમરાજ પટેલ, રમજુ જીવા ઘાંચી અને શામજી મારાજ નામના ઇસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 10,560 તથા ચાર મોબાઇલ એમ કુલ્લ રૂા. 11,560નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. નખત્રાણાના દેવપરમાં પણ ચાર પકડાયા દેવપર ગામની દક્ષિણે આવેલી આંગણવાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં ધાણીપાસા વડે જુગટું ખેલતા ધર્મેન્દ્રગિરિ નવીનગિરિ ગુંસાઇ, અમૃતલાલ કરમશી વણકર, જેન્તીલાલ મીઠુ જોગી અને રાજેન્દ્ર ડુંગરશી જોશી નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,390 હસ્તગત કરવામાં આવ્યા હતા. કિડાણામાં 7 ખેલી પોલીસ પાંજરે પુરાયા ગાંધીધામનાં કિડાણા ગામની ક્રિષ્ણા સોસાયટીમાં આવેલા ચોકમાં પતાં ટીચતા બલરામ લાખા મહેશ્વરી, સરફરાજ મહેબૂબ ચૌહાણ, લખુ શામજી ધેડા, અલ્પેશ દામજી મહેશ્વરી, હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કનૈયાલાલ લખુ ધેડા અને ધર્મેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજા નામના શખ્સોની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 15,270 અને વાહનો એમ કુલ્લ રૂા. 75,270નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. મુંદરાના સમાઘોઘામાં પણ 10ને પકડી લેવાયા સમાઘોઘાની જિંદાલ કંપની સામે આવેલી પંકજ કોલોનીમાં દીપક ગઢવીની દુકાન નજીક માર્ગ પર જુગાર ખેલતા પંકજ ઉદિયારીલાલ દલિત, ભગીરથ મથુરા આદિવાસી, સોનુકુમાર જયગોવિંદ કુશ્વાહા, કનઇ મથુરા આદિવાસી, વિજયપાલ શ્રીકુમાર દલિત, મુન્નાલાલ લાલપ્રસાદ શાકિયા, પ્રદીપ રામપ્રકાશ ગંગવાલ, સલીમ શૌકત પઠાણ, સંજય પતલાસિંઘ રાજપૂત, વીરસિંઘ બ્રિજેશ ગંગવાલ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂા. 16,550 હસ્તગત કર્યા હતા. ગળપાદરમાં પણ 6 ખેલી ઝડપાયા ગાંધીધામના ગળપાદરમાં આવેલી જેલની દીવાલની બાજુમાં રાત્રે તીનપત્તીનો જુગાર ખેલતા સુનીલ લાલજી કુશેરિયા, અનિલગિરિ ગુડ્ડુગિરિ ગોસ્વામી, પ્રકાશ નારાણ ભોજક, અશોક દેવજી રાઠોડ, દયાલ નરશી જાટ અને હોથી રણમલ સોલંકી નામના ખેલીઓની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 15,300 તથા ચાર મોબાઇલ એમ કુલ્લ રૂા. 23,800નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer