મુંદરા તાલુકા આરોગ્ય તંત્ર બનશે ઓનલાઇન : કામગીરીનો બોજ ઘટશે

મુંદરા, તા. 13 : આ તાલુકાનું આરોગ્ય તંત્ર ઓનલાઇન બનશે તેના ભાગરૂપે પુરુષ આરોગ્ય કર્મચારીઓને ટેકો પ્લસની તાલીમ અપાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ટેકો પ્લસ પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મુંદરા તાલુકામાં દરેક ત્રી આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવેલા એન્ડ્રોઇડ મોબાઇલની મદદથી તાલુકાના તમામ પરિવારોનું ડિજિટલા- ઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેનાથી ત્રી આરોગ્ય કાર્યકરને નિભાવવાનાં થતાં આઠ રજિસ્ટરોમાંથી મુક્તિ મળશે અને આ પેપરલેસ કામગીરી થકી કામગીરીનો બોજ ઓછો થશે અને જરૂરી માહિતી આંગળીના ટેરવે મળી રહેશે, જેનાથી આરોગ્યની સેવાઓ સારી રીતે આપી શકાશે. તાલુકામાં ત્રી આરોગ્ય કાર્યકરોની ઘણી જગ્યાઓ ખાલી છે અથવા તાલીમ કે રજામાં હોય અને અન્ય કામગીરીને કારણે ટેકો પ્લસ કામગીરીમાં ત્રી આરોગ્ય કર્મચારીઓને મદદરૂપ?થવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા દ્વારા આદેશ કરાતાં તાલુકાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓની તાલીમ તાલુકા પંચાયત હોલ ખાતે યોજાઇ હતી. જેમાં ટેકો પ્લસ પ્રોજેક્ટના જિલ્લા કક્ષાના કો-ઓર્ડિનેટર આયુષ તબીબ ડો. મુદ્રિકા પરમારે પુરુષ આરોગ્ય કર્મચારીઓને એન્ડ્રોઇડ મોબાઇલ વડે ટેકો પ્લસ એપ્લિકેશનથી કેવી રીતે ફેમિલી હેલ્થ સર્વેની માહિતી અપડેટ કરી શકાય તેની તાલીમ આપીને આરોગ્યકર્મીઓને સુસજ્જ કર્યા હતા, તો આરોગ્ય કર્મચારીઓ વતી તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઇ જાટિયા તથા પ્રકાશ ઠક્કરે તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓ આ પ્રોજેક્ટમાં સહયોગ આપશે તેની ખાતરી આપી હતી. આ અંગે કોઇપણ ટેક્નિકલ મૂંઝવણ હોય તો ગમે ત્યારે સંપર્ક કરવા તાલુકા કો-ઓર્ડિનેટર ડો. રીતુબેન પરમારે જણાવ્યું હતું.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer