ભુજમાં દરેક સમ્પે પાણી શુદ્ધ કરવા ગેસ આધારિત ઓટોમેટિક પ્લાન્ટ લાગ્યા

ભુજમાં દરેક સમ્પે પાણી શુદ્ધ કરવા ગેસ આધારિત ઓટોમેટિક પ્લાન્ટ લાગ્યા
ભુજ, તા. 9 : સમગ્ર શહેરને અઠવાડિયામાં બે દિવસ પાણી મળે તેવા પ્રયત્નોની સાથોસાથ સુધરાઇ દ્વારા તમામ સમ્પે પાણી શુદ્ધીકરણ માટે ગેસ આધારિત કલોરીનેશન મશીન લગાડવામાં આવ્યા હતા.  ભુજમાં થોડા દિવસો પહેલાં એરપોર્ટ ટાંકે કલોરીન વિના જ પાણી વિતરણ કરાયું હતું. આ બાબત ધ્યાને લઇ સુધરાઇની વોટર સપ્લાય શાખા દ્વારા તમામ સંપ પર ગેસ આધારિત ઓટોમેટિક મિક્સિંગ પ્લાન્ટ લગાવી કલોરીનેશન કરાશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, નગપાલિકાની પા.પુ. શાખા દ્વારા શહેરમાં વિતરિત થતા પાણીના શુદ્ધીકરણ માટે પ્રવાહી કલોરીનનો ઉપયોગ કરાતો. જેના સ્થાને હવે ઉપરોકત પ્લાન્ટથી પાણી શુદ્ધ કરાશે. ઉપરાંત પ્રત્યેક વિસ્તારના સમ્પ પર પાણીના નમૂના એકત્ર કરી તેના દૈનિક રિપોર્ટ લોકો જોઇ શકે તે માટે સમ્પ પર પણ રખાશે તેવું સુધરાઇના મુખ્ય અધિકારી સંદીપાસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer