બાળલગ્નો રોકવા સમાજ,પંચાયત આગેવાનો આગળ આવે

બાળલગ્નો રોકવા સમાજ,પંચાયત આગેવાનો આગળ આવે
ભુજ, તા. 9 : `બાળલગ્ન રોકો' વિષયે આજે અંજારના ખારા-મીઠા પસવારિયા, ખંભરા, લોહારિયા ગામોમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન અને ગામોના યુવા ગ્રુપે મહિલાઓ-પુરુષો સાથે ચર્ચા કરી હતી. આ ગામોમાં બાળલગ્નથી થતી અસરો વિશે નાટક પણ રજૂ કર્યું હતું. આ નાટક ભુજની ઝૂંપડપટ્ટી વિસ્તારની કિશોરીઓએ રજૂ કર્યું હતું. બાળલગ્નો સમાજના દબાણે, ગામના મોટી દીકરીની સાથે એક જ માંડવે થઇ જાય, દીકરીઓ કાંઇક અવનવું કરે એ પહેલાં જ તેમને પરણાવી દો... આમ કેટલાય ત્યાગવા પાત્ર કારણોની ચર્ચા કરાઇ હતી. દરેક ત્રીઓ, કિશોરીઓએ કહ્યું કે, જો અમને પૂછીને મોટી ઉંમરે લગ્ન થાય તો અમારી જિંદગી જ બદલાઇ જાય. આમ, આવા કેટલાય સપનાં આ દીકરીઓની આંખોમાં છે, જરૂર છે એક તકની. તો આ મુદ્દે સમાજ, પંચાયત, આગેવાનો દરેક આગળ આવી પગલાં લે તો બાળલગ્નને ચોક્કસ દૂર કરી શકીએ. બાળ કાયદાઓ વિશેનું માર્ગદર્શન બાળ સુરક્ષા કચેરીના અધિકારી દ્વારા અપાયું હતું. ચર્ચામાં કે.એમ.વી.એસ.ના કૃતિબેન લહેરુ, ચંદાબેન જોશી, ખતાબેન સમેજા, ગીતાબેન આહીર અને જાગૃતિબેન ગઢવી, અલ્માત મેમણ અને પરવેઝ?ચાકીએ ભાગ લીધો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer