માંડવી સુધરાઇના સફાઇકર્મીઓને કાયમી કરવાની થયેલી રજૂઆત

માંડવી સુધરાઇના સફાઇકર્મીઓને  કાયમી કરવાની થયેલી રજૂઆત
માંડવી, તા. 9 : અહીંના નગર સેવાસદનમાં પોણોસો કરતાં વધારે રોજંદાર સફાઇ કર્મચારીઓએ કાયમી કરવાની માગણી માટે વાલ્મીકિ સમાજના નેજા હેઠળ આવેદનપત્ર પાલિકા કચેરીએ આપીને ન્યાય માટે રજૂઆત કરી હતી. બીજીબાજુ પાલિકાના સાધનોના પ્રતિભાવ પ્રમાણે પ્રવર્તમાન `ક' વર્ગના મહેકમને `બ' વર્ગમાં અપગ્રેડ કરવા સંબંધે ઉચ્ચસ્તરે કરાયેલી દરખાસ્ત બહાલ થતાં મહેકમ વધારો થતાં મહદઅંશે નીવેડો લાવી શકાશે. આજે બપોર પછી અખિલ કચ્છ વાલ્મીકિ સમાજના ઉપપ્રમુખ હરજીભાઇ?લખુ નારોલાની આગેવાનીમાં સફાઇ કામદારોએ રેલી કાઢીને તંત્રને સંવેદનશીલ રીતે ન્યાય આપવા માગણી કરી હતી. મળતી વિગતો મુજબ બે દાયકા જેટલા લાંબા સમયથી રોજંદાર સફાઇ કર્મચારીઓ તરીકે 76 જેટલી સંખ્યામાં રોજદીઠ?રૂા. 302 રજાઓ બાદ કરતાં રોજી મળે છે. આ સામે સી.પી.એફ.માં લગભગ ત્રીજા ભાગની રકમ વસુલાતી હોવાથી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા માથાનો દુ:ખાવો સહન કરવો પડે છે. સંબંધિતોમાંથી મળેલી વધુ વિગતો મુજબ તાજેતરમાં ભુજ, ભચાઉ જેવા સુધરાઇ વિસ્તારોમાં રોજંદારોને કાયમી કરવા સંબંધે પ્રક્રિયા હાથ?ધરાઇ તે આધારે આ બંદરીય પાલિકામાં પણ?અમલવારી થાય તેવી લાગણી-માગણી છે. દરમ્યાન, સેવા સદન વતી આવેદનપત્ર સ્વીકારનારા ચેતનભાઇ જોશીએ પ્રવર્તમાન મહેકમ `ક' વર્ગ પ્રમાણેનું હોતાં નિયમોનુસાર સાત રોજંદાર સફાઇ કામદારો કાયમી થવા પાત્ર?ઠરી શકે. દરજ્જો ઊંચે મંજૂર કરીને `બ'નો કરવા ઉચ્ચકક્ષાએ કરાયેલી દરખાસ્ત પ્રક્રિયા હેઠળ હોવાથી કાયમી જગ્યાઓ થકી મહદઅંશે સંતોષ આપી શકાશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer