કુકમામાં જુગાર રમી રહેલા સાત ખેલી કાયદાના સકંજામાં

કુકમામાં જુગાર રમી રહેલા સાત ખેલી કાયદાના સકંજામાં
ભુજ, તા. 9 : તાલુકાના કુકમા ગામે વૈભવનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક પદ્ધર પોલીસે સાત આરોપીને જુગાર રમવાના આરોપસર રૂા. 41,400 રોકડા સાથે પકડી પાડી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.  પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ધરપકડ કરાયેલા તહોમતદારોમાં કુકમાના વિપુલ દલસંગભાઇ પટેલ, ભુજના બાલુ ગુસાભાઇ ચુડાસમા, કુકમાના વિકાસાસિંગ જયપ્રકાશાસિંગ, નિંગાળ (અંજાર)ના ઘનશ્યામ શંભુ હુંબલ અને બલદેવ રવજીભાઇ બરારિયા, વર્ધમાનનગરના ગાવિંદ શંકરલાલ પટેલ અને ધર્મેન્દ્ર સુરેશાસિંગ ચૌહાણનો સમાવેશ થાય છે. તેમની પાસેથી કુલ્લ 46,900ની માલમતા કબજે કરાઇ હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer