ગાંધીધામ તાલુકાના સરપંચ સંગઠનની કરાયેલી રચના

ગાંધીધામ તાલુકાના સરપંચ  સંગઠનની કરાયેલી રચના
ગાંધીધામ, તા. 9 : તાલુકાના સરપંચ સંગઠનની રચના કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપનારા વિક્રમસિંહ જાડેજા (વિંઝાણ)ની આગેવાની હેઠળ આ બેઠક બોલાવાઇ હતી. જેમાં તાલુકાનાં ગળપાદર, ખારીરોહર, મીઠીરોહર, પડાણા, અંતરજાળ, કિડાણાના સરપંચો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગળપાદરના સરપંચ સામજી ભચાભાઇ વીરડાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તથા કિડાણાના સરપંચ સંગીતાબેન સાગર જરૂ તથા ખારીરોહરના સરપંચ પુરીબેન રવિ બળિયાની ઉપપ્રમુખ તરીકે, મહામંત્રી તરીકે શિણાય સરપંચ ગોપાલ રામજીભાઇ હડિયા, મંત્રી રાધીબેન વિરમ બોરિચા, ખજાનચી તરીકે દીવાબેન મણિલાલ ભીલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અન્ય 15 સભ્યોને સમાવી 21 લોકોની કારોબારી સમિતિ બનાવવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer