અપહરણ અને બળાત્કારના કેસનો ભાગેડુ આરોપી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપાયો

અપહરણ અને બળાત્કારના કેસનો ભાગેડુ આરોપી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપાયો
ભુજ, તા. 9 : ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2017માં નોંધાયેલા સગીર વયની કન્યાના અપહરણ અને તેના ઉપર બળાત્કારના પોકસો ધારા તળેના કેસમાં નાસતા-ફરતા આરોપી માજીદખાન અખતરખાનને પોલીસે મહારાષ્ટ્ર અમરાવતી જિલ્લાના અચલપુર ખાતે જઇને ધરપકડ કરી હતી.  સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ આ તહોમતદાર વિશે બાતમી મળતાં એ. ડિવિઝન પોલીસ મથકની એક ટુકડી અચલપુર મોકલાઇ હતી. આ ટીમે આરોપીની ધરપકડ કરી હતી. આ પછી માજીદખાનને ભુજ લઇ અવાયો છે. પોલીસ ઇન્સ્પેકટર એમ.જે. જલુના માર્ગદર્શન તળે આ કાર્યવાહીમાં સ્ટાફના રામાસિંહ સોઢા, હરિશચન્દ્રાસિંહ જાડેજા, સુરેન્દ્રાસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer