ભુજના કેમ્પ વિસ્તારમાં ઝાડી વચ્ચે જુગારમાં ચાર ઝડપાયા

ભુજના કેમ્પ વિસ્તારમાં ઝાડી વચ્ચે જુગારમાં ચાર ઝડપાયા
ભુજ, તા. 9 : શહેરમાં કેમ્પ વિસ્તારમાં કચ્છમિત્રની જૂની ઇમારત પછવાડેના વિસ્તારમાં બાવળની ઝાડીઓ વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમી રહેલા ચાર આરોપીને પકડી પાડી સ્થાનિક બી-ડિવિઝન પોલીસે તેમને પકડી પાડયા હતા.સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ પકડાયેલા તહોમતદારોમાં ઓસમાણ ગની રફીક ખલિફા, વસીમ મહેબૂબ ખલીફા, કાસમ ઉમર નોડે અને સુલતાન શકુર માંજોઠીનો સમાવેશ થાય છે. હે.કો. પંકજ કુશવાહ અને કોન્સ. મયૂરાસિંહ જાડેજાએ આ દરોડો પાડતા આરોપીઓ પાસેથી રૂા. 10,200 કબ્જે કરાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer