ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ખેલીની ધરપકડ

ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ખેલીની ધરપકડ
ભુજ, તા. 9 : શહેરમાં નવા રેલવે સ્ટેશનથી અમનનગર તરફ જતા માર્ગ ઉપર કોકાકોલા કંપનીના ગોદામ પાછળના વિસ્તારમાં બાવળોની ઝાડીઓ વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમી રહેલા ચાર ખેલીને પોલીસદળે જિલ્લાસ્તરેથી દરોડો પાડીને પકડી પાડયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે કરેલી આ કાર્યવાહીમાં ભુજના જાનકુડી હુશેન ડુમ, સંકેતગિરિ દિનેશગિરિ ગોસ્વામી, જુશબ ઓસમાણ સમા અને હાસમ આમદ મેરને પકડાયા હતા. આરોપીઓ પાસેથી રૂા. 25 હજાર રોકડા, ચાર મોબાઇલ ફોન વગેરે પકડાયા હતા. આ દરોડા સમયે ભુજના હાજી ઉર્ફે કાકાડો મિંયાણા અને હસન રમજુ સમા નાસી ગયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer