દરશડીમાં કેન્સર સારવાર નિદાન કેમ્પમાં 24 વ્યક્તિને તપાસાઈ

દરશડીમાં કેન્સર સારવાર નિદાન કેમ્પમાં 24 વ્યક્તિને તપાસાઈ
માંડવી, તા.9 : શહેરની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિચર્સ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર દ્વારા કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત તાજેતરમાં દરશડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેન્સરના વહેલા નિદાન અને સારવારના પાંચમા કેમ્પમાં 23 મહિલાઓ અને 1 પુરુષ સહિત કુલ્લ 24 વ્યક્તિઓ તપાસાઈ હતી. તે પૈકી 3 દર્દીઓ કેન્સરના શંકાસ્પદ જણાયા હતા, જેમને સંસ્થામાં બોલાવાયા છે. આ કેમ્પમાં સંસ્થાના ડોક્ટર જયેશભાઈ મકવાણા, દરશડીના ડોક્ટર મનીષભાઈ પુરોહિતે સેવા આપી હતી. આ ઉપરાંત ચાર્મીબેન પારસિયા, અર્જુનભાઈ પીઠડિયા અને સંસ્થાના નવીનભાઈ તથા ગીતાબેન પટેલ સહયોગી રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા ગુંદિયાળી, તલવાણા, કોડાય, નાના આસંબિયા અને દરશડી ગામે આ પાંચમો કેમ્પ યોજાયો હતો. હવે છઠ્ઠો કેમ્પ તારીખ 14/07 ને શનિવારના મોટા લાયજા ગામે યોજાનાર હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ ભાવનાબેન ઉદેશી, મંત્રી સંજયભાઈ દેવજી મહેતા (ડગાળાવાળા), ખજાનચી ડો. હર્ષદભાઈ ઉદેશી અને સહમંત્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું. આ સંસ્થા અને તાલુકાનાં આરોગ્ય કેન્દ્રોના સંયુક્ત ઉપક્રમે આખું વર્ષ તાલુકામાં આવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે. કેન્સરના દર્દીઓને સરકાર તરફથી બ્લોક હેલ્થ કચેરી, માંડવી દ્વારા માસિક 1000ની આર્થિક સહાય આપવામાં આવશે એમ સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer