ગાંધીધામમાં નિયમ ભંગ અંગે ખાનગી ગાર્ડ વિરુદ્ધ ગુનો

ગાંધીધામ, તા. 9 : શહેરની ખાનગી બેંકમાં ગનમેન તરીકે નોકરી કરતા એક વૃદ્ધે સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતાં તેના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની ફેડરલ બેંક આગળ ઉભેલા શંભુ સરનસિંઘ નરસિંઘ?રાજપૂત પાસે રહેલો પરવાનો તપાસતાં આ પરવાનો નાગાલેન્ડ રાજ્યમાંથી મેળવાયો હોવાનું બહાર આવ્યું હતું તથા તે ગુજરાતમાં ટેકનઓવર ન કરાવી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી જુદી જુદી જગ્યાએ ગનમેન તરીકે નોકરી કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પણ  તેણે સક્ષમ સત્તા અધિકારી   સમક્ષ નોંધણી ન કરાવી સરકારના નિયમોનું ઉલ્લંઘન  કર્યું હતું. તેની પાસેથી સિંગલ બેરલ 12 બોરની બંદૂક તથા છ?કાર્ટીઝ જપ્ત કરી પોલીસ  મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer