મસ્કતમાં માનકૂવાના યુવાને ગળેફાંસો ખાઇ મોત આણ્યું

માંડવી, તા. 9 : ભુજ તાલુકાનાં માનકૂવા ગામના રહેવાસી ભરત જેન્તીલાલ ગરવા (ઉ.વ. 20)એ મસ્કત ખાતે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કરુણ કિસ્સો બહાર આવ્યો છે. મસ્કત ખાતે કંપનીમાં લેબ ટેકનિશિયન વિભાગમાં કામ કરતા આ હતભાગી યુવાનનો દેહ કાયદાકીય કાર્યવાહી બાદ આવતીકાલે તેના વતન માનકૂવા લઇ અવાશે. મસ્કતમાં જ અન્ય જગ્યાએ કામ કરતો મરનારનો ભાઇ મૃતદેહ લઇને વતન ભણી રવાના થયો છે.  જાણવા મળેલી વિગતો અનુસાર ગત તા. 4થીના કમરમાં દુ:ખાવો હોવાની ફરિયાદ સાથે કામે ગયો ન હતો અને ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer