ત્રંબૌ ગામે કેરોસીન પી લઇ વિધવા યુવતીની આત્મહત્યા

ભુજ, તા. 9 : અબડાસાના ત્રંબૌ ગામની મનહરબા વનરાજાસિંહ ચાવડા (ઉ.વ.35) દ્વારા કેરોસીન પી લઇને આપઘાત કરાયો હતો.  પોલીસે આપેલી માહિતી મુજબ બે સંતાનની માતા એવી મનહરબાના પતિનું આઠ મહિના પહેલાં અવસાન થયું હતું. દરમ્યાન આજે વહેલી સવારે આ યુવતીએ તેના ઘરમાં કેરોસીન પી લીધું હતું. બાદમાં નલિયાથી વધુ સારવાર માટે ભુજ ખસેડાતી વેળાએ રસ્તામાં તેણે દમ તોડયો હતો.મરનારે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ  ધરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer