ગાંધીધામમાં યુવાન ઉપર પાઈપથી કરાયો હુમલો

ગાંધીધામ, તા. 9 : શહેરના ભારતનગર વિસ્તારમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી પાંચ લોકોએ એક યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. વરસામેડીમાં રહેનારો મુકેશ ઈશ્વર ચૌહાણ નામનો યુવાન ભારતનગર-વાલ્મીકિ સોસાયટીમાં આવ્યો હતો ત્યારે તેના દીકરા સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી તહોમતદાર એવા કપૂર ઢાંકા, કપિલ ઢાંકા, સચિન ઢાંકા, બબલીબેન ઢાંકા અને છોટી ઢાંકા નામના શખ્સો આ યુવાન પાસે આવ્યા હતા. આ યુવાન સાથે બોલાચાલી કરી તેની ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં આ યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer