કિડાણમાં સીમના મગફળીના એ ગોડાઉન પાસે થશે ધરણા

ગાંધીધામ, તા. 9 : તાલુકાના કિડાણા ગામની સીમમાં આવેલા ગોદામમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી સંગ્રહિત મગફળીના જથ્થામાં લાગેલી ભીષણ આગના પ્રકરણની તપાસમાં હજુ સુધી કોઈ પ્રગતિ નથી થઈ ત્યારે આ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા હવે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. આગામી તા. 11ના શનિવારે વિધાનસભાના વિપક્ષી નેતાની ઉપસ્થિતિમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી ધરણામાં હાજર રહેશે. જ્યાં આગ લાગી હતી તે શાંતિલાલ ગોદામ ખાતે સવારે 9.30 થી  સાંજે 6 વાગ્યા સુધી ધરણા કરી મગફળી કાંડ મામલે રાજ્ય સરકારને ઘેરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમ ગાંધીધામનાં ગોદામમાં સંગ્રહિત મગફળીના જથ્થામાં આગ લાગતાં કરોડોનો જથ્થો સળગી ગયો હતો. વિધાનસભાના વિપક્ષી નેતાની કચ્છની પ્રથમ મુલાકાતના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer