ધોનીની ઇનિંગ્સથી મારો 36 રનનો બદનામ દાવ યાદ આવ્યો : ગાવસ્કર

ધોનીની ઇનિંગ્સથી મારો 36 રનનો  બદનામ દાવ યાદ આવ્યો : ગાવસ્કર
નવી દિલ્હી, તા. 17 : ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં એમ.એસ. ધોનીની ધીમી ઇનિંગ્સની વ્યાપક ટીકા થઇ રહી છે. આ મામલે સુકાની વિરાટ કોહલી અને બેટિંગ કોચ સંજય બાંગર ધોનીનો બચાવ પણ કરી ચૂક્યા છે. ધોનીએ મેચના નિર્ણાયક તબક્કે પ9 દડામાં 37 રનની ઇનિંગ્સ રમી હતી અને ભારતને 86 રને હાર સહન કરવી પડી હતી. હવે આ મામલે પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરે કહ્યંy છે કે, દબાણમાં આવું થતું રહે છે. બેટધર ઇચ્છે તોપણ રન કરી શકે નહીં. ધોનીની 37 રનની ઇનિંગ્સ જોઇને મને મારી 36 રનની બદનામ ઇનિંગ્સ યાદ આવી ગઇ. ગાવસ્કરે કહ્યંy કે, જ્યારે કોઇ વિકલ્પ ન રહ્યો હોય ત્યારે તમારું મગજ નકારાત્મક બની જાય છે. એ સ્થિતિમાં દરેક શોટ ફિલ્ડર પાસે જ જાય છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે 197પના વર્લ્ડકપમાં સુનીલ ગાવસ્કરે ઇંગ્લેન્ડ સામે 174 દડામાં માત્ર 36 રનની ઇનિંગ્સ રમી હતી. ગાવસ્કર ઓપનિંગમાં આવ્યો હતો અને છેલ્લે સુધી નોટઆઉટ રહ્યો હતો. એ વખતે વર્લ્ડકપ 60-60 ઓવરના રમાતા. એ મેચમાં ભારતનો 202 રને કારમો પરાજય થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer