લાખાપરમાં એટીવીટી ગ્રાન્ટમાંથી ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર- ટ્રોલી ફાળવાયા

લાખાપરમાં એટીવીટી ગ્રાન્ટમાંથી ઘન કચરાના   નિકાલ માટે ટ્રેક્ટર- ટ્રોલી ફાળવાયા
અંજાર, તા. 17 : અંજાર તાલુકાના લાખાપર ગામમાં એટીવીટી ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર ટ્રોલીની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે લાખાપર ગામને આદર્શ ગ્રામ બનાવાશે તેવું જણાવ્યું હતું. ગામના બાકી રહેતા વિકાસ કામો સત્વરે પૂરાં કરવાની અને નજીકના ભવિષ્યમાં ગામમાં સરકારી માધ્યમિક શાળા શરૂ કરાશે તેવું જણાવી આ વર્ષના બજેટમાં જ તેનો સમાવેશ કરાશે તેવું શ્રી આહીરે ઉમેર્યું હતું. લાખાપરની અજાપર (નીરાડિયા માતાજી)વાળા નોન પ્લાન રસ્તાનું કામ સત્વરે શરૂ કરવા લાખાપર (મણિનગર)માં 3 નવા શાળાના ઓરડાં મંજૂર કરવાની જાહેરાત પણ કરાઈ હતી. આ પ્રસંગે જમીન વિકાસ નિગમના ચેરમેન મહાદેવ માતા, નારણ વસ્તા આહીર, વાસણ મૈસુર, ભીમજી વાસણ, કાનજી ઉદરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહાદેવ માતાએ, આભારવિધિ અરજણ માતાએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer