આદિપુરમાં એન.સી.સી. તાલીમ શિબિર સંપન્ન

આદિપુરમાં એન.સી.સી. તાલીમ શિબિર સંપન્ન
આદિપુર, તા. 17 : એન.સી.સી. વન ગુજરાત ઇન્ડિપેન્ડેન્સ કંપની દ્વારા યોજિત દસ દિવસીય તાલીમ શિબિરનો સમાપન સમારોહ અહીંની કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અતિથિઓ તરીકે આર્મીના જામનગરના ગ્રુપ કમાન્ડર કર્નલ શ્રી કાશી, કચ્છ યુનિ.ના કુલપતિ સી. બી. જાડેજા, ગાંધીધામ કોલેજિયેટ બોર્ડના અધ્યક્ષા અંજના હજારે, કેમ્પસ ડાયરેક્ટર લક્ષ્મણભાઇ દરિયાણી, તો.કો. કોલેજના આચાર્ય ડો. મનીષ પંડયા વિ.એ ઉપસ્થિત રહી સમગ્ર આયોજન બિરદાવ્યું હતું. કમાન્ડિંગ ઓફિસર કર્નલ સુનીલ શર્માએ શિબિરનો હેવાલ આપ્યો હતો. સંચાલન લેફટેનન્ટ ગૌરવ ઠાકોર અને આભારવિધિ એસોસીએટ એન.સી.સી. ઓફિસર દુષ્યંત વોરાએ કર્યા હતા. અન્ય અધિકારીઓ અયાઝ જખરા, હિતેશ સિહોરા, દિલીપ પરમાર, મહેશ પંડયા, દયાભાઇ દેસાઇ, સુરેશ રાજ, હરેશ જોશી વિ. સહયોગી રહ્યા હતા. શિબિર દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં લેકચરમાં સિનિયર વિભાગમાં કોનાર ખુશ્બૂ, ગઢવી કમલેશ, જુનિયરમાં અદિતા, સ્તુતિ, પોસ્ટ મેકિંગમાં યશપાલ ઝાલા, સચિન, ફાયરિંગમાં મનીષ પ્રજાપતિ, ખીમશ્રી ગઢવી, ડ્રીલમાં તોલાણી કોમર્સ કોલેજ, જે.એન.વી. શાળા-ડુમરા, રસ્સાખેંચ સિનિયરમાં તો.કો. કોલેજ, જુનિયરમાં એમ.એસ.વી. શાળા-માધાપર, બેસ્ટ કેડેટોમાં રમેશ લવાડિઆ, શેફાલી જોશી, જાજરીઆ નિખિલ, દેવાંગી જોશી, બેસ્ટગાર્ડ દશરી રવિ, બેસ્ટ કેમ્પ સિનિયર મનોરંજન પ્રધાન, સાંસ્કૃતિક ગતિવિધિમાં જે.એન.વી. શાળા-ડુમરા, આર.ડી. વરસાણી શાળા-ભુજ તથા બેસ્ટ મોટિવેટેડ કેડર તરીકે ઇજાજ લાંગાને ઇનામો વિ. અપાયાં હતાં. આયોજકોએ સ્થાનિકે સવલતો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer