ભુજમાં 1700 બાળકો શાળા પ્રવેશથી વંચિત

ભુજ, તા. 17 : જૂન મહિને નવા શૈક્ષણિક સત્રના આરંભે પ્રાથમિક શાળામાં બાળકોના શાળા પ્રવેશ માટે પ્રવેશોત્સવ યોજીને સરકારના મંત્રીઓ, શાસક પક્ષના હોદ્દારો, અધિકારીઓ મોટા ઉપાડે પ્રચાર પ્રસાર કરે છે, ત્યારે તાજેતરમા ભુજમાં જ આ ઝુંબેશને ફટકારૂપ વિગતો જાણવા મળી છે. ભુજ શહેરના પછાત વિસ્તાર પૈકીના ભીમરાવનગર, સંજય-નગરી, રામનગરી, લખુરાઇ ચાર રસ્તા, સંત રોહિદાસનગર, સંજોગનગર, કજલીનગર, બકાલી કોલોની, આત્મારામ સર્કલ ઝૂંપડપટ્ટી, દીન દયાળનગર વિસ્તારમાં 6થી 14 વર્ષની વયજૂથના આશરે 1500થી 1700 જેટલા બાળકો શાળા પ્રવેશથી વંચિત રહી ગયા હોવાની ચોંકાવનારી ફરિયાદ ઇસ્માઇલ માંજોઠી અને રાજેશ કન્નડે સરકારને કરી હતી. દરમ્યાન આ રજૂઆતના પગલે સર્વ શિક્ષા અભિયાનના એડિશનલ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરે સ્થાનિક કચ્છના પ્રોજેકટ કો.-ઓર્ડિનેટર પ્રા. શિક્ષણાધિકારીને શહેરના આ વિસ્તારમાં ફરીથી શાળા બહારના બાળકોનો સર્વે કરીને નામાંકીત કરવાની સૂચના આપી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer