ગાંધીધામમાં માત્ર બે કલાકમાં લાખેણા વાહનની ચોરીથી ચકચાર

ગાંધીધામ, તા. 17 : શહેરની ઓસ્લો નજીકથી તસ્કરોએ માત્ર બે કલાકમાં રૂા. 1 લાખના બુલેટની ચોરી કરી નાસી ગયા હતા. શહેરના ઓસ્લો નજીક લકઝરી ફર્નિચર નામની દુકાન પાસે ગત તા. 29/5ના ચોરીનો આ બનાવ બન્યો હતો. બે મહિના બાદ ચોરીનો આ બનાવ ગઇકાલે પોલીસ ચોપડે ચડતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. નિખિલ પ્રહલાદ નાવાણીએ બુલેટ નંબર જી.જે. 12 ડીડી-0864 કિંમત રૂા. 1 લાખવાળું અહીં પાર્ક કરી રાખ્યું હતું. દરમ્યાન બે કલાકની અંદર નિશાચરોએ આ લાખેણા વાહનની ચોરી કરીને નાસી ગયા હતા. શહેરમાં બાઇક ચોરીના વધતા બનાવોને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer