ભુજમાં વરસાદી પાણી નિકાલના કામની ફરિયાદ બાદ હમણાં ઠેકેદારનાં બિલ નહીં ચૂકવાય

ભુજ, તા. 17 : અમૃત મિશન યોજના હેઠળ ભુજ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી તદ્દન ગુણવત્તાહીન થવા સાથે તેમાં ઊઠેલી ભ્રષ્ટાચારની ફરિયાદના પગલે સાબદા બનેલા નવનિયુક્ત હોદ્દેદારોએ એવો મહત્ત્વનો નિર્ણય લીધો હતો કે આ કામની તપાસ તટસ્થ સક્ષમ એજન્સી પાસે કરાવીને તેના રિપોર્ટના આધારે ઠેકેદારને ચૂકવણું કરાશે, ત્યાં સુધી બિલ નહીં ચૂકવાય. નવા હોદ્દેદારોની નિયુક્તિ પૂર્વે તેમને વારસામાં મુશ્કેલી તેમજ અનેક પ્રશ્નો મળવાની ભીતિને સાચી ઠરાવતી આ ઘટનામાં સ્ટોર્મ વોટર કેનાલના કામે પોત પ્રકાશતાં પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ?ડો. રામભાઇ?ગઢવી, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, કન્સલ્ટન્ટ શ્રી વર્મા તેમજ કામ કરનાર એજન્સી એન.પી. પટેલ એન્ડ કંપની અને સુધરાઇના ઇજનેર હરદેવસિંહ રાણાની બેઠકમાં ચૂકવણાં અંગે નિર્ણય લેવાયો હતો. વરસાદની સિઝનને ધ્યાનમાં લેતાં આ કામ સમયસર પૂર્ણ થાય તે માટે કન્સલ્ટન્ટે કામ નક્કી કરીને એજન્સીને આપવાનું રહેશે. વળી, જેટલું ક્ષતિગ્રસ્ત કામ છે તે દૂર કરીને નવેસરથી કરવાનું રહેશે. આ કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે હાલમાં એજન્સી સામે પગલાં નહીં લેવાય, કારણ કે અન્યથા કામને અસર થાય તેમ છે, પણ?કામ બાદ પગલાં લેવાનું ઠરાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer