અનિયમિત વીજ પુરવઠાના લીધે અંજારમાં પાણી વિતરણ ખોરવાયું

અંજાર, તા. 17 : ગઇકાલથી અંજાર સુધરાઇના પાણી યોજનાના બોર પર વીજ પુરવઠો બંધ રહેવાના કારણે શહેરની પાણી વ્યવસ્થા ખોરવાઇ હતી. સુધરાઇ સૂત્રોના જણાવ્યા અનુસાર અનિયમિત વીજળીના કારણે સુધરાઇ પાસે પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ થઇ શક્યો ન હતો. આ મુદ્દે સુધરાઇના પ્રમુખ રાજેશભાઇ પલણે તાકીદની બેઠક બોલાવી હતી જેમાં પાણી પુરવઠાની ખોરવાયેલી વ્યવસ્થાને પૂર્વવત કરવા માટે વિદ્યુત બોર્ડના અધિકારીઓનો સંપર્ક સાધી જરૂરી મરંમત કરવા જણાવ્યું હતું. તો પાણી પુરવઠા સુપરવાઇઝરને પણ સૂચનો કરાયા હતા. આ બેઠકમાં કારોબારી ચેરમેન કેશવજીભાઇ કે. સોરઠિયા, ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ, હેડક્લાર્ક ખીમજીભાઇ સિંધવ, સુપરવાઇઝર ભીમજીભાઇ ચોટારા ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer