કચ્છમાં મેઘાડંબર વચ્ચે ક્યાંક છાંટા-હળવાં ઝાપટાં

કચ્છમાં મેઘાડંબર વચ્ચે ક્યાંક છાંટા-હળવાં ઝાપટાં
ભુજ, તા. 16 : કચ્છમાં આષાઢી બીજ સાવ કોરીધાકોર ગયા પછી આજે દિવસભર વાદળછાયા હવામાને ચોમાસાનો માહોલ સર્જ્યો હતો, પરંતુ ગરમી વચ્ચે ક્યાંક છુટાછવાયાં હળવાં ઝાપટાં અને છાંટાથી સંતોષ માનવો પડયો હતો. તો તાલુકાના કોટડા (ચ.) પંથકમાં ઝાપટાંના હેવાલ છે. ભુજમાં આજે સાંજે ઝરમરિયા છાંટા શરૂ થયા હતા. જો કે, રસ્તા પલળ્યા બાદ છાંટા બંધ થયા અને ગરામીમાં ઊલટો વધારો થયો હતો. ગાંધીધામ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી ગરમીના માહોલ વચ્ચે આજે સાંજે મેઘરાજાએ અમીછાંટણા કરતાં ઠંડક પ્રસરી હતી. શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હોવાથી લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. સાંજે ચાર વાગ્યાના અરસામાં મેઘસવારી આવી પહોંચી હતી. અંદાજિત 10થી 15 મિનિટ?સુધી ઝાપટું પડતાં નગરજનોમાં આનંદની લહેર છવાઇ હતી. મોસમના પ્રથમ વરસાદને લોકોએ ઉત્સુકતાપૂર્વક આવકાર્યો હતો. તો અંજારમાં પણ જામેલા મેઘાડંબર વચ્ચે મામૂલી હળવાં ઝાપટાં પડયાં હતાં. જ્યારે ભુજ તાલુકાના કોટડા ચકાર, જાંબુડીમાંયે ઝાપટાંથી રસ્તા પર પાણી વહ્યાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer