જિલ્લા પંચાયતની કારોબારી સહિત આઠ સમિતિ રચાઇ

જિલ્લા પંચાયતની કારોબારી સહિત આઠ સમિતિ રચાઇ
ભુજ, તા. 16 : જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે આઠ સમિતિની રચના માટે મળેલી ખાસ સામાન્ય સભામાં પક્ષના ભેદભાવ વિનાના વહીવટનો કોલ આપી સભ્યોને છેવાડાનાં ગામડાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો લાભ પહોંચાડવા સૂચન કર્યું હતું. મહત્ત્વની કારોબારી સમિતિના સભ્યોની નામાવલિમાં ક્યાંયે લેવા પટેલ સમાજના પ્રતિનિધિઓનાં નામો નહીં દેખાતાં ચર્ચા જાગી હતી. કારોબારી સમિતિ માટે નવ નામોની દરખાસ્ત મુકાઇ હતી જેમાં ખોડાભાઇ રબારી, હરિભાઇ જાટિયા, નરેશભાઇ મહેશ્વરી, નવીનભાઇ જરૂ, છાયાબેન ગઢવી, ભાવનાબા જાડેજા, રોમતબેન મુતવા, ભીમજીભાઇ જોધાણી અને આઇશાબેન સુમરાની દરખાસ્ત કરાઇ હતી, જેમાં ચેરમેનપદ માટે હરિભાઇ જાટિયાનું નામ હોટ ફેવરિટ બન્યું છે. સામાજિક ન્યાય સમિતિમાં પાંચ સભ્યો માનબાઇ દનિચા, વસંતભાઇ વાઘેલા, વિકાસભાઇ રાણા, કેસરબેન મહેશ્વરી અને કંચનબેન વાઘેલા (કો. ઓપ્ટ.) તરીકે વરાયા હતા. શિક્ષણ સમિતિમાં રામેશ્વરીબેન ખટારિયા, પાર્વતીબેન મોતા, નવીનભાઇ જરૂ, કલાબેન છાંગા, માનબાઇ દનિચા, વિકાસભાઇ રાણા, છાયાબેન ગઢવી, ડાહ્યાલાલ પાંચાણી (કો. ઓપ્ટ.) અને ઋષિ ઉપાધ્યાય (કો. ઓપ્ટ.) સહિત નવ સભ્યો વરાયા હતા. જાહેર આરોગ્ય સમિતિમાં અરવિંદભાઇ પિંડોરિયા, વસંતભાઇ વાઘેલા, મનીષાબેન કેશવાણી, કલાબેન છાંગા અને કાનાભાઇ આહીર સહિત પાંચ સભ્યોની નિયુક્તિ કરાઇ હતી. જાહેર બાંધકામ સમિતિમાં કરશનભાઇ મંજેરી, ભીમજીભાઇ જોધાણી, હરિભાઇ જાટિયા, વિકાસભાઇ રાણા, ડાઇબેન ચાવડા સહિત પાંચ સભ્યો નિમાયા હતા. અપીલ સમિતિમાં લક્ષ્મણસિંહ સોઢા, નિયતિબેન પોકાર, અરવિંદભાઇ પિંડોરિયા અને નરેશભાઇ મહેશ્વરી નિમાયા હતા. ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિમાં ખોડાભાઇ રબારી, ભાવનાબા જાડેજા, કાનાભાઇ આહીર, રામેશ્વરીબેન ખટારિયા તથા રોમતબેન મુતવા સહિત પાંચ સભ્યો વરાયા હતા. મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિમાં પાર્વતીબેન મોતા, લક્ષ્મીબેન આહીર, રસીલાબેન બારી, નાગલબેન બાળા, મનીષાબેન કેશવાણી સહિત પાંચ સભ્યોની સર્વાનુમતે વરણી કરાઇ હતી. સંચાલન કરતાં સચિવ અને ડી.ડી.ઓ. પ્રભવ જોષીએ ડી.આર.ડી.એ.ના 497 કામ ચાલુ હોવા સહિતના મુદ્દાઓનું વાંચન કર્યું હતું. જેમાં વિપક્ષી નેતાએ અપીલ સમિતિના કુકમાની કંપની અને શિક્ષણ સમિતિના ટપ્પર શાળાનો મુદ્દો ઉઠાવી બહાલી આપવા સામે વાંધો ઉઠાવતાં મતદાન કરાયું હતું અને અગાઉના ઠરાવોને સત્તાપક્ષના હાજર 23 સભ્યોએ હાથ ઊંચા કરતાં બહુમતીથી બહાલી અપાઇ હતી. ઉપપ્રમુખ નિયતિબેન પોકાર મંચસ્થ રહ્યા હતા, જ્યારે સભામાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ના.જિ.વિ. અધિકારી અશોકભાઇ વાણિયા, ભાજપના જિલ્લા મહામંત્રીઓ વલમજીભાઇ હુંબલ, અનિરુદ્ધભાઇ દવે, વિપક્ષના 11 સહિત 34 સભ્યો, શાખાધ્યક્ષો, અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ નરેશભાઇ મહેશ્વરીએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer