ખાંભલાની દાઝી ગયેલી પરિણાતાનું સારવારમાં મોત

ગાંધીધામ, તા. 16 : નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં અગાઉ દાઝી જનાર ઉર્મિલાબેન હરિસિંહ સોઢા (ઉં.વ. 33) નામના પરિણાતાએ છેલ્લા શ્વાસ લીધા હતા. ખાંભલામાં રહેતા આ હતભાગી પરિણીતા ઉર્મિલાબેન ગત તા. 11/7ના પોતાના ઘરે હતા દરમ્યાન રાતના ભાગે અકસ્માતે દાઝી ગયા હતા. તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer